ભાવનગર જિલ્લામાં ગતરાત્રિના ઉમરાળા, વલભીપુર અને ગારીયાધાર પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો જાેકે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે ગતરાત્રિના ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં નવા પાણી આવ્યા હતા પરિણામે વલભીપુર- ચમારડી વચ્ચેની કાળુભાર નદીમાં પુષ્કળ પાણી આવતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને પુલ પરથી બે થી ત્રણ ફૂટ પાણી વહ્યા હતા જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો આથી બંને તરફ વાહનોની કતારો લાગી હતી.
ભાવનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે સોમવારે દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો વાદળો ગોરમાયા હતા અને સતત બફારો દિવસ પર રહ્યો હતો જ્યારે રાત્રિના સમયે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ઉમરાળા પંથકમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર બે ઇચ વરસાદ પડ્યો હતો જ્યારે ગારીયાધાર પંથકમાં પણ તોફાની દોઢ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત સિહોરમાં અડધો ઇંચ અને ઘોઘા પંથકમાં ભારે ઝાપટા પડ્યા હતા ભાવનગર શહેરમાં રાત્રિના સમયે હળવા ઝાપટા પડ્યા હતા આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે.
ઉમરાળા, વલભીપુર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રંઘોળી નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને નદી બે કાંઠે વહી રહી છે આ ઉપરાંત મોટાભાગની નદીઓમાં પાણીની ભરપૂર આવક થવા પામે છે જળાશયોમાં પણ મોટા પ્રમાણમાં પાણી આવ્યા છે પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ૭૦ ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે અને હેઠવાસના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે ઘણો વાર નદીમાં પૂર આવતા કેટલાક ગામોમાં જવું મુશ્કેલ બની રહ્યું છે.