આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રન ફોર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા તા.૧૦ ઓગષ્ટ, ૨૦૨૨ને બુધવારનાં સવારે ૦૭ કલાકથી “રન ફોર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે “રંગ ફોર તિરંગા” દોડનું આયોજન યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓનો રીપોટીંગ સમય સવારે ૦૭:૦૦ કલાકનો રહેશે.
આ કાર્યક્રમમાં અંદાજીત ૧૦,૦૦૦ (દસ હજાર વિદ્યાર્થીઓ) ભાગ લેશે અને તે કક્ષાનું આયોજન પણ કરવામાં આવેલ છે. કોલેજ અને ભવનમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તે અપેક્ષીત છે. ભાવનગર જીલ્લાનાં વિદ્યાર્થીઓ https://1orms.gl/JSR44øTYNCFGA લિંક પર રજીસ્ટ્રેશન કરી શકશે. વધુમાં આ લિંક યુનિવર્સિટીની વેબસાઈટ પર છે. તેથી ત્યાંથી પણ રજીસ્ટ્રેશન થઈ શકશે,
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગનાં કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિશ્રી ડૉ. એમ.એમ.ત્રિવેદી ઉપસ્થિતિ રહેશે તેમજ આ કાર્યક્રમમાં ભાવનગરનાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. વધુમાં અતિથી વિશેષ તરીકે ભાવનગરનાં મેયર કિર્તીબેન દાણીધારિયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભરતસિહ ગોહિલ, ભાવનગરનાં યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહેવાના છે.
રન ફોર તિરંગાનો રૂટ
ભાવનગર જીલ્લાના વિદ્યાર્થીઓ માટે આયોજીત “રન ફોર તિરંગા” દોડનું આયોજન યુનિવર્સિટી ક્રીકેટ ગ્રાઉન્ટ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ખાતે કરેલ છે અને દોડનો રૂટ ક્રિકેટ ગ્રાઉન્ડ પેવેલિયન → સેન્ટ્રલ સોલ્ટ → આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક → ગુલીસ્તા મેદાન → આતાભાઈ ચોક → સંસ્કાર મંડળ → વડોદરીયા પાર્ક → ટી.કે.શહાણે સર્કલ → શામળદાસ આર્ટસ કૉલેજ પરત ફરશે.