ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમની સપાટી સતત આગળ ધપી રહી છે, ગત રાત્રે સપાટી 29.4 ઇંચ હતી જે આજે સવારે વધીને 29.06 ફૂટ નોંધાઈ છે. ઉપરવાસમાંથી 4882 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પરિણામે સપાટી સતત ઊંચે જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે. ડેમ 70%થી વધુ ભરાઈ જતા 17 ગામોને બે દિવસ પૂર્વે જ સાવધ કરી દેવાયા છે.