બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.10 ઓગસ્ટના બપોરે બે કલાકે નીતિશ કુમાર 8મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. તો વળી આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી સીએમના શપથ લેશે. બિહારની 164 ધારાસભ્યોવાળી મહાગઠબંધનવાળી સરકારની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ છે. કહેવાય છે કે, 35 ધારાસભ્યોનું એક મજબૂત મંત્રીમંડળ બનાવાની તૈયારી છે. જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી બનાવામાં આવશે. તો વળી સાત મંત્રી અન્ય પાર્ટીઓના હશે. કુલ સાત પાર્ટી આ મહાગઠબંધનમાં સામેલ થશે.
મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓ સામેલ છે. જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ પણ છે. સરકારમાં તમામ પાર્ટીઓની ભાગીદારી રહેશે. નવી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી રહેશે. તો વળી કોંગ્રેસે ત્રણ અને લેફ્ટના બે મંત્રાલય આપવામાં આશે. જીતનરામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય મળશે. જો કે, હાલમાં મંત્રીમંડળના વિસ્તરણની કોઈ પાક્કી ખબર સામે આવી નથી. ફક્ત મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના શપથગ્રહણની વાત થઈ રહી છે.