માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની સેવાઓ મંગળવારે ઠપ્પ થઈ હતી. જાણકારી અનુસાર જોઈએ તો, દુનિયાભરના યુઝર્સને આ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કેટલાય કલાકની જહેમત બાદ સેવાઓ ફરીથી શરૂ થઈ હતી.
ટ્વિટરની સેવાઓ ઠપ્પ થતાં યુઝર્સ મોબાઈલ અથવા વેબસાઈટ એપ્લીકેશન પર ટ્વિટર એક્સેસ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે, આ સંબંધમાં ટ્વિટર તરફથી કહેવાયુ હતું કે, આપમાંથી અમુકને મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે, ટ્વિટ લોડ થતુ નથી. પણ ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એજન્સીના જણાવ્યા અનુસાર મોડી રાતે ટ્વિટરની સેવાઓ ફરીથી યથાવત થઈ ગઈ હતી. લગભગ અઢી કલાકે કહેવામાં આવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન કરી લેવામાં આવ્યું છે. હકીકતમાં જોઈએ તો, યુઝર્સને ટ્વિટર એક્સેસ કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી હતી. પણ સેવાઓ ઠપ્પ થતાં પોપઅપ નોટિસ દેખાઈ રહી હતી. કેટલાય યુઝર્સને આઉટેજની ફરિયાદો કરી હતી.