નવા સંસદ ભવનનું બાકી કામ પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ત્યાં શિયાળુ સત્ર યોજવામાં આવે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી ઇમારતમાં મિર્ઝાપુરના હાથથી વણાયેલા કાર્પેટ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું કે સાગવૂડનું ફર્નિચર મહારાષ્ટ્રથી આવ્યું છે, જ્યારે આંતરિક અને ફ્લોર પર કામ શરૂ થઈ ગયું છે.
ગયા અઠવાડિયે, સરકારે લોકસભામાં કહ્યું હતું કે નવા સંસદ ભવન પ્રોજેક્ટ પર 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામ પૂર્ણ કરવાની લક્ષ્ય તારીખ નવેમ્બર 2022 છે.સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટના રાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખીને, સમયમર્યાદા વધારવાની કોઈ યોજના નથી. ઘટનાક્રમથી વાકેફ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, “અમે નવા સંસદ ભવનમાં શિયાળુ સત્ર સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.”