સોશિયલ મીડિયામાં યુવકો ફેમસ થવા માટે જાતજાતના વીડિયો અપલોડ કરી વાયરલ કરતા હોય છે. જોકે ક્યારેક તેનું પરિણામ તેમને ભોગવવું પડતું હોય છે આ પ્રકારનું કૃત્ય કરવું તેઓને ઘણી વાર ભારે પડે છે ત્યારે પોલીસને ચેલેન્જ કરતા આ યુવકની ઝડપી લીધો હતો.
અઠવાડિયા અગાઉ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કારમાં હાથમાં બીયર અને વિસ્કીની બોટલ લઈને રુલ બનાના સરકાર કા કામ હૈ ઔર તોડના હમારા કામ જેવા ફિલ્મી ડાયલોગ વાળો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી હતી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી જમાલપુરમાં મચ્છી દરગાહ પાસેથી જમાલપુરમાં રહેતા મોહમ્મદ ઝેદ જેડુ અબ્દુલ કાદર કુરેશી( ઉંમર વર્ષ 20)ને ઝડપી લીધો હતો.
તપાસમાં તેની વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ટુ-વ્હીલર સળગાવવાના કેસ કેસમાં તથા ખોખરા પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ધરપકડ થયું હોવાનું બહાર આવ્યું હતું પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ધ્યાનથી મારી નાખવાની ધમકીનો ગુનો પણ નોંધાયેલો હતો. આ ગુનામાં ફરાર મોહમ્મદ જેદ નાસ્તો ફરતો હતો અને ઇંગ્લિશ દારૂનો ધંધો કરવા લાગ્યો હતો. તેણે તેના મિત્ર પાસેથી tata nexon કાર ફરવા માટે લીધી હતી.
પોતાના મિત્ર હૈદરઅલી સૈયદ સાથે તે કારમાં ફરતા ફરતા બિયર પીધો હતો એટલું જ નહીં પોતાના મિત્રના મોબાઇલ માંથી ચાલુ કાર્ય ચાલુ કારે હાથમાં બિયરની બોટલ રાખી રુલ બનાના સરકાર કા કામ તોડના હમારા તથા મેને કામ ભી વહી કિયા હૈ જિસકી અનુમતિ સરકાર નહીં દેતી જેવા ફિલ્મી ડાયલોગ સાથે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો.
આ વીડિયો ન્યુઝ ચેનલમાં વાયરલ થતા મહમદ જે નાસ્તો કરતો હતો વિવિધ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં તથા સંબંધીના ત્યાં તે રોકાતો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો અન્ય લોકોના સ્ટેટસ અને સ્ટોરી જોઈને ફેમસ થવા માટે તેણે આ રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.