બગસરા તાલુકાના હડાળામા આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલમા ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી સ્કુલ ફી, વાહન ફી, હોસ્ટેલ ફી મળી કુલ રૂપિયા 5,95,790ની મતાની ચોરી કરીને લઇ જતા આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.અહી આવેલ દેસાઇ એજયુકેશન સ્કુલના ટ્રસ્ટી હરેશભાઇ મનસુખભાઇ દેસાઇએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગઇકાલે રાત્રીના સ્કુલમા તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરોએ બિલ્ડીંગના ગેઇટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.