બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે ઉપરવાસમાંથી પણ સતત પાણી આવી રહ્યું છે. જેના કારણે બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આ સાથે પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે પર પણ ચાર ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે મલાણા ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે પર ચાર ફૂટ પાણી ભરાતા સાતથી આઠ કલાકથી ટ્રાફિક જામ થયો છે. ચાર ફૂટ જેટલા પાણી ભરાતા મલાણા ચોકડી પાસે ચારથી પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.