ક્વિઝ શૉ ‘કૌન બનેગા ગરોડપતિ 14’માં અત્યાર સુધીમાં ઘણાં સ્પર્ધકોની કિસ્મત ચમકાવી દીધી છે. 7 ઓગસ્ટ 2022નાં શરૂ થયેલાં આ શૉમાં દેશનાં અલગ અલગ વિસ્તારમાંથી સ્પર્ધકો આવ્યાં અને અઘરા અઘરા પ્રશ્નોનાં જવાબ આપી લાખો રૂપિયા જીતી ગયા છે. જોકે, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલાં KBCનાં 14માં સિઝનમાં અત્યાર સુધીમાં કોઇ સ્પર્ધક કરોડપતિ નથી બન્યું. પણ લખપતિ ઘણાં લોકો બની ગયા છે. ભાવનગરનો વિમલ કેબીસીથી લખપતિ બની ગયો છે.
ભાવનગરનો વિમલ અમિતાભ બચ્ચનની સાથે મસ્તી કરતાં ગેમને આગળ વધારીને સારી રીતે રમ્યો તેણે 25 લાખ રૂપિયા જીત્યા તે 50 લાખ રૂપિયા પણ જીતી શકતો હતો પણ તે આ અઘરાં પ્રશ્નનો જવાબ ન આપી શક્યો.
વિમલે આમ તો ઘણું સુંદર રમીને 25 લાખ રૂપિયા જીતી લીધા. પણ 50 લાખ રૂપિયાનાં સવાલ પર તે અટકી ગયો. તેને પુછવામાં આવ્યું, ‘આમાંથી કયાં ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યુ બંને જ ભારતની બહાર કોઇ અન્ય દેશમાં થયું હતું’ તેનાં ઓપ્શન છે, A. લાલ બહાદુર શાસ્ત્રી, B. મૌલાના અબુલ કલામ આઝાદ, C. મદર ટેરેસા અને D. જે આરડી ટાટા. અને તેનો સાચો જવાબ છે D. જે આરડી ટાટા.
વિમલ આ સવાલનો જવાબ નહોતો અને તેની પાસે કોઇ લાઇફલાઇન પણ ન હતી. એવામાં તેણે સમજદારી દાખવીને ગેમ ક્વિટ કરવાનો નિર્ણય કર્યો. અને 50 લાખનો મોહ ન રાખીને 25 લાખ રૂપિયા મેળવી સંતુષ્ટિ મેળવી. તેનો આ નિર્ણયનો સૌ કોઇએ વખાણ્યો. વિમલ 25 લાખ રૂપિયા લઇ તેનાં ઘરે ગયો. શો દરમિયાન વિમલે ખુલાસો કર્યો કે તેની ઉપર 9 લાખ રૂપિયાનું દેવું છે. અને તે ભાવુક થઇ ગયો. એટલું જ નહીં પોતાની જીતેલી રકમથી તે તેનાં પરિવારનું દેવું ચુકવશે તેમ તેણે જણાવ્યું હતું.