Sunday, December 3, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં આખે-આખું નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું

નકલી પોલીસ સ્ટેશન બાંકા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી એક્ટિવ હતું અને લોકો પાસેથી પૈસા પડાવાતા હતા

aaspassdaily by aaspassdaily
2022-08-18 10:37:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નકલી પોલીસ પકડાઈ તે વાત ઘણી વાર સાંભળી હશે, પણ બિહારમાંથી આ વખતે આખું પોલીસ સ્ટેશન જ નકલી હોવાની ઘટના સામે આવી છે.આ નકલી પોલીસ સ્ટેશન બાંકા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી એક્ટિવ હતું અને લોકો પાસેથી પૈસા પડાવાતા હતા. આશ્ચર્યની વાત એ છે, જિલ્લા મથકમાં ચાલતા આ નકલી પોલીસ સ્ટેશન વિશે કોઈને જાણ જ નહોતી. આ નકલી પોલીસ સ્ટેશન બાંકા શહેરના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું.
આ અંગે બાંકા પોલીસ સ્ટેશને જણાવ્યું કે, એક ગુપ્ત માહિતીના આધારે પોલીસ એક ગુનેગારને પકડવા ગઈ હતી. જ્યારે દરોડો પાડીને પોલીસ સ્ટેશન પરત ફરી રહ્યો હતો, તે જ સમયે બાંકા ગેસ્ટ હાઉસની સામેના રસ્તા પર એક અજાણી મહિલા અને એક યુવક પોલીસ ડ્રેસમાં દેખાયા. શંકાના આધારે તેમની પૂછપરછ કરવામાં આવતા નકલી પોલીસ સ્ટેશનનો આખો ખેલ સામે આવ્યો હતો. એસએચઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ મહિલા અનિતા બિહાર પોલીસના ડ્રેસમાં હતી. અને પોતાને પોલીસ ઓફિસર બતાવી રહી હતી. તેની પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી હતી. જ્યારે ધરપકડ કરાયેલા બીજા આરોપીનું નામ આકાશ કુમાર છે. તે પોતાને પોલીસ સ્ટેશનનો ચોકીદાર જણાવતો હતો. ધરપકડ કરાયેલી અનિતા બાંકા જિલ્લાના ફુલ્લીડુમરના દુધાઘાટિયાની રહેવાસી છે. તેણે કહ્યું કે ફુલ્લીડુમરના ભોલા યાદવે ઈન્સ્પેક્ટરની ભરતી કરી તેને બાંકાની આ ઓફિસમાં પોસ્ટ કરી હતી.
પોતાના કામ વિશે અનીતાએ જણાવ્યું કે જ્યાં પણ સરકારી મકાનો બંધાતા હતા ત્યાં તે તપાસ કરવા જતી. તેમજ અન્ય આરોપી આકાકહ્યું કે, તેણે ભોલા યાદવને 70 હજાર રૂપિયા આપી નકલી પોલીસ સ્ટેશનમાં ચોકીદારની નોકરી મેળવી હતી. એસએચઓના જણાવ્યા અનુસાર આ ઓફિસના તમામ કર્મચારીઓને પોલીસ યુનિફોર્મ અને ગેરકાયદેસર પિસ્તોલ પૂરા પાડવામાં મુખ્ય ગેંગસ્ટર તરીકે ફુલ્લીડુમરના ભોલા યાદવનું નામ સામે આવી રહ્યું છે.
આ બાબતની પુષ્ટિ કરતા એસપી ડૉ. સત્ય પ્રકાશે જણાવ્યું કે આ નકલી ટોળકી ‘પટના સ્કોર્ટ ટીમ’ના નામે બાંકામાં ઓફિસ ચલાવતી હતી. અહીંથી પોલીસ વર્દીમાં કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ નકલી પોલીસ સ્ટેશનમાંથી કેટલાક દસ્તાવેજો સાથે બિહાર પોલીસનો યુનિફોર્મ, બેચ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગ સાથે સંકળાયેલા લોકો ગ્રામીણ વિસ્તારના લોકોને પોલીસની નોકરીનું વચન આપીને છેતરતા હતા. આ મામલે હાલ વધુમાં તપાસ ચાલી રહી છે. હાલમાં બાંકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરીને એફઆઈઆર નોંધવાની તૈયારી કરી છે.

Tags: BiharNakli police station
Previous Post

ભાજપના નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

Next Post

50 લાખનાં સવાલ પર અટક્યો ભાવનગરનો વિમલ

aaspassdaily

aaspassdaily

Related News

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ
તાજા સમાચાર

નવેમ્બરમાં યુપીઆઇ પેમેન્ટનો નવો રેકોર્ડ

December 2, 2023
રામ લલાનો થશે 7 દિવસ  પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ
તાજા સમાચાર

રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરુ

December 2, 2023
છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ
તાજા સમાચાર

છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ

December 2, 2023
Next Post
50 લાખનાં સવાલ પર અટક્યો ભાવનગરનો વિમલ

50 લાખનાં સવાલ પર અટક્યો ભાવનગરનો વિમલ

અદાણીએ CNGના ભાવમાં કર્યો 1.49 રૂપિયાનો વધારો

અદાણી ગેસે CNGના ભાવમાં કર્યો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.