મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી સાંજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવનગર ખાતે આયોજિત ભાતીગળ ‘દહીં- હાંડી’ના કાર્યક્રમમાં ખુલ્લી જીપમાં હર્ષોલ્લાસ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લઇ જન્માષ્ટમી જન્માષ્ટમીના કાર્યક્રમમાં ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયાં હતાં.
મુખ્યમંત્રીએ નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા બોર તળાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં દહીં હાંડીના કાર્યક્રમમાં સહભાગી થયેલા ગોવિંદાઓને પ્રતિકાત્મક રીતે સન્માનિત કર્યા હતાં. આ ઉત્સવમાં મુંબઇના ‘વક્રતુંડ ગોવિંદા પથક’ના એક સો પચાસ (૧૫૦) ગોવિંદાની ટીમે ઢોલ- નગારા અને ડી.જે. સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી આકર્ષણ જમાવ્યું હતું.મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વરસતા વરસાદમાં વચ્ચે પણ ભાવનાવાસીઓનો જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ કાબિલેદાર છે. આજે ભાવનગરના આંગણે જ્યારે મુખ્યમંત્રી પધાર્યા છે તે ભાવેણાવાસીઓ માટે આનંદનો અવસર છે.
આ અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ભા.જ.પા.ના મહામંત્રી ડી.બી. ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, યોગેશભાઈ બદાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.