ભાવનગરમાં ‘ કૃષ્ણ જન્માષ્ટમી મેળો – ૨૦૨૨’માં શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયાં હતાં. ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત લોકમેળામાં મુખ્યમંત્રીએ આવાં સુંદર મેળાનું આયોજન કરવા માટે ધારાસભ્ય વિભાવરીબેન દવેનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
જાણીતા લોકગાયક કીર્તિ સાગઠીયા અને ટીમ દ્વારા રજૂ થયેલા લોકગીતોને મુખ્યમંત્રીએ માણ્યાં હતાં.
આ અવસરે મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ભા.જ.પા.ના મહામંત્રી ડી.બી. ચુડાસમા, અરૂણભાઇ પટેલ,જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.રાજીવભાઈ પંડ્યા, યોગેશભાઈ બદાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.