dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ખેડાના અડાસર ગામે ધર્મ પરિવર્તનનું ેકેટ ઝડપાયું છે. વિશેષ રીતે કોરિયન લોકો દ્વારા ધર્માંતરણ કરાઈ રહ્યું હતું. સ્થળ પરથી 6 લોકોને ઝડપી પુછપરછ હાથ ધરાઈ છે. લાલચ આપીને વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાઇ રહ્યું હતું. VHP તેમજ હિન્દુ સંગઠનના લોકોએ રેકેટ ઝડપ્યું છે. છેલ્લા કેટલાય સેમીથી ગુજરાતમાં ધર્મ પરિવર્તનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. ભરુચ જિલ્લાના આમોદ ખાતે ધર્મ પરિવર્તનનું રેક્ટનો પર્દાફાસ થયા બાદ હાલમાં ખેડા ખાતેથી ધર્મ પરિવર્તનનું રેકેટ ઝડપાયું છે. ખેડા જિલ્લાની એક શાળામાંથી ધર્મ પરિવર્તનનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના અડાસણ ગામ ની શાળામાં છેલ્લા ઘણા સમયથી ધર્મ પરિવર્તનની પ્રવૃતિ ચાલતી હતી. ખેડા જિલ્લા SOG દ્વારા મળતી માહિતીના આધારે શાળામાં રેડ કરવામાં આવી હતી. અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. ખેડા જિલ્લાના ખેડા તાલુકાના અડાસર ગામે આવેલી શાળામાં કોરિયન લોકો દ્વારા વિવિધ પ્રકારની લોભ – લાલચ આપીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનના લોકોએ આ સમગ્ર રેકેટ ઝડપ્યું છે. ધર્માંતરણની માહિતી મળતાં હિન્દુ સંગઠનના લોકો તપાસ અર્થે પોહચ્યા હતા. ધર્માંતરણની ઈચ્છા રાખનાર તરીકે ડમી સ્થાનિક બનીને સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસને અડાસરની પ્રાથમિક શાળામાંથી પકડાયેલા ધર્મપરિવર્તનના આ રેકેટમાં સ્થળ પરથી બાઇબલ સહીતની ખ્રિસ્તી સંપ્રદાયની સાહિત્ય સામગ્રી મળી આવી હતી.





