રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી અસ્તવ્યસ્ત બની હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા આ હડતાળનો સુખદ અંત આવ્યો છે.
રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ ગઇ છે. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારતા હાલ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે.
રાજ્યના તલાટીઓ 02 ઓગષ્ટ થી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળમાં વડોદરા, રાજકોટ સહીત રાજ્યભરના તલાટીએ ટેકો જાહેર કરતા રાજ્યના ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટીઓ જોડાયા હતા. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થઇ હતી.