અમેરિકામાં છાશવારે ઓપન ફાયરિંગની ઘટનાઓ જોવા મળતી હોય છે. પણ આવી જ એક ફાયરિંગની ઘટના દિલ્હીમાં જોવા મળતા ચકચાર મચી ગઈ છે.
ફાયરિંગની આ ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી અને બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતકનાં ભાઈએ કહ્યું હતું કે,’મને પાડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે માસ્ક પહેર્યા હતા. આ બંને શખ્સોએ ફાયરિંગ કરતાં બે વ્યક્તિનાં મોત થયા હતા જેમાં મારા ભાઇનો પણ સમાવેશ થાય છે. આ સિવાય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. ફાયરિંગ કરવા આવેલ બે માસ્કધારી વ્યક્તિની સાથે અન્ય લોકો પણ હાજર હતા.