સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. વકીલ સામે કરાયેલી એટ્રોસિટીની ફરિયાદ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. મેહુલ બોઘરાએ જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરી છે.
સુરત બાર એસોસિએશન મેહુલ બોઘરાના સમર્થનમાં છે. આવતી કાલે સુરતના તમામ વકીલો રેલી કાઢશે. બપોરના અઢી વાગ્યે કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. મેહુલને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે. ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે ગઇકાલે આ ઘટના દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા.
બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.