જમ્મુ કાશ્મીરનાં કતરામાં સોમવારે મોડી રાત્રે ધરતી કંપનાં કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જમ્મુ કાશ્મીરનાં કતરામાં લોકોએ અડધી રાત્રે ભૂકંપનાં આંચકા અનુભવ્યાં હતા. જાણકારી અનુસાર રાત્રે 2 વાગીને 20 મિનિટે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા અને તેનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં લોકો ગભરાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપ જમ્મુ કાશ્મીરનાં કતરાથી પૂર્વ તરફ 61 કિલોમીટર દૂર નોંધાયો હતો.
આ અગાઉ રવિવારે ભારતમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા અને સોમવારે રાજસ્થાનના બિકનર્મ ભૂકંપનાં ઝટકાઓએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર બિકાનેરમાં આવેલ ભૂકંપની તીવ્રતા 4.1 હતી જે મોડી રાત્રે આવ્યો હતો.