ભાવનગરના અગ્રણી ઉધોગગૃહ લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ ૧૨થી વધુ ક્ષેત્રમાં સફળતાપૂર્વક વ્યવસાય કરી રહી છે અને તેમાં આધુનિક અને વૈભવી હોટેલ ઉદ્યોગ પણ સામેલ છે. લીલા ગ્રુપ આ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે અને પોતાની બીજી હોટલનો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે.
અમદાવાદ શહેરમાં તાજ ગૃપ દ્વારા ‘વિવાન્તા’ હોટલનો પ્રારંભ ૨૦ ઓગસ્ટથી થયો છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે સિધ્ધરૂપ અને અમદાવાદના ગૌરવમાં વધારો કરતી આ હોટેલ ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી આશ્રમ તેમજ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગુજરાતની રાજકીય રાજધાની ગાંધીનગર સહિત શહેરના મુખ્ય મથક સાથે સરળ કનેક્ટિવિટી ધરાવે છે. હોટેલ 176 સુવિધા અને સ્ટાઇલિશ રૂમ અને સ્યુટ્સ ઉપરાંત રેસ્ટોરન્ટ, ચાર બહુમુખી મીટિંગ સ્પેસ અને આઉટડોર પૂલ , 540 ચો.મી. ઈવેન્ટ સ્પેસ કે જે કોર્પોરેટ મીટિંગ્સ, લગ્નો, સામાજિક ઉજવણીઓ માટે ખાસ તૈયાર કરેલ છે.
અમદાવાદના એસજી હાઈ વે પર, સોલા વિદ્યાપીઠ સામે આ અને આવી આધુનિક સુવિધાઓ અને વૈભવી સગવડતા સાથે તૈયાર થયેલ વિવાન્તા ખાતે ૨૦મી ઓગસ્ટે દિપિકા રાવ (એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ- આઈએચસીએલ તાજ હોટલ્સ), કોમલકાંત શર્મા (લીલા ગ્રૂપના મેનેજીંગ ડાયરેકટર – ચેરમેન) , પુર્ણિમા શર્મા (ડાયરેકટર), નવીન તોમર (જનરલ મેનેજર, વિવાન્તા હોટલ)એ સહુંને આવકાર્યા હતા.
ભાવસભર ભાવનગરમાં લીલા ગ્રુપની એફસી સરોવર પોટ્રિકો હોટલ બાદ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે આ વિવાન્તા હોટલએ લીલા ગ્રૂપનું નવું સોપાન છે અને હજુ નવા સોપાનો સાથે આગેકૂચ જારી રહેશે તેમ લીલા ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્માએ જણાવ્યું હતું.