ભાવનગર, તા.૨૩
વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ એકબીજા પક્ષના મોટા માથાઓને પોતાની પાર્ટીમાં સમાવી લેવા રાજકીય પક્ષોમાં જાણે મૌસમ ખીલી છે. આમ તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળવાનો ક્રેઝ વધુ ચાલી રહ્યો છે પરંતુ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાજપના બે મોટા માથા આમ આદમી પાર્ટીમાં ભળશે તેવી હવા વહેતી થઇ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખએ ઉક્ત વાતને સમર્થન આપ્યું હતું. જાે કે, આ અંગે હાલ વધુ વિગત તેમણે નનૈયો ભણ્યો હતો. ચર્ચાઓ મુજબ અરવિંદ કેજરીવાલ ભાવનગર સર્કીટ હાઉસ ખાતે પ્રથમ આવશે. આ સમયે ભાજપમાં રહેલા અને સામાજિક ક્ષેત્રે અગ્રીમ હરોળના આગેવાનો તેમના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરશે.