• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

રાજકોટના ગઢકા ગામના ભરવાડ સમાજના યાત્રાળુઓનો સંઘ પગપાળા દર્શનાર્થે જતો હતો ત્યારે લખતર વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે ટક્કર મારી : ત્રણ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-04-13 11:37:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટના ગઢકા ગામેથી ડેકા વાળા ખાતે દર્શનાર્થે જતા સંઘને લખતર-વિરમગામ હાઇવે પર ગત મોડી રાત્રે અકસ્માતન નડ્યો હતો. કાળમુખા ટ્રકે 10 પદ યાત્રિકોને હડફેટ લીધા હતા. જેમાં 7નાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ૩ની હાલ ગંભીર છે.
મળતી વિગત પ્રમાણે, રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે તેમને હડફેટે લીધા હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષ સામેલ છે.
અકસ્માતના કારણે રોડ યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

ગુજરાતમાં પાંચ વર્ષમાં અકસ્માતની ૭૯૦૫૪ ઘટનામાં ૩૮૫૩૦ લોકોએ જીવ ગુમાવ્યા

તાજેતરમાં આરટીઆઈ અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં ગુજરાતમાં માર્ગ સલામતીની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. વર્ષે 2021 થી 2025 દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 79,054 ઘટના બની હતી. જેમાં 38,530 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે રાજ્યમાં દર કલાકે અકસ્માની બે ઘટના અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં નોંધાયા હતા, જેમાં 9,954 લોકોના મોત થયા હતા. વર્ષ 2025માં સૌથી વધુ 56,100 અકસ્માત નોંધાયા હતા.

આ ઉપરાંત રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં કુલ 9597 બનાવો નોંધાયા છે. લોકસભામાં લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 1800 થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ 5 ઘટના બને છે.

Tags: accidentchharadlakhtarmotpadyatra sangh
Previous Post

ઉમેદવારોના નામ જાહેર થતાં ભાવનગરમાં ભાજપના તખ્તેશ્વર વોર્ડના કાર્યકરોમાં રોષ

Next Post

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In