Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

ભારત સહિતના દેશોને આપેલી છૂટની મુદ્દતમાં વધારો નહીં કરવા અમેરિકા મક્કમ

dharmendravaghela by dharmendravaghela
2026-04-16 11:46:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.
ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. અહેવાલો અનુસાર, છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.
અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્રે વૈશ્વિક ઓઈલ બજારને સ્થિર કરવા માટે હંગામી નીતિ અપનાવી હતી. જોકે, અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ છૂટછાટની આકરી ટીકા કરવામાં આવી રહી હતી. વિપક્ષી નેતાઓનો આરોપ હતો કે આ છૂટછાટથી મળેલા પૈસાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. હવે ટ્રેઝરી સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવું લાયસન્સ આપવામાં આવશે નહીં.
રશિયા અને ઈરાન જેવા સસ્તા સ્ત્રોતો બંધ થતા ભારત માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત હવે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા માટે રૂપિયા-રૂબલ (Rupee-Ruble) પેમેન્ટ ગેટવે જેવા વૈકલ્પિક રસ્તાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકે છે, જે અમેરિકન પ્રતિબંધોની મર્યાદામાં ન આવતા હોય.

Tags: indiarussion crudeUSA
Previous Post

ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી : પહાડી વિસ્તારમાં હળવો વરસાદ પડવાની વકી

Next Post

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.