Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધોરણ ૧૦ બોર્ડનું ૮૩.૮૬ ટકા પરિણામ

ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર ૧૦૦ ટકા પરિણામ સાથે મોખરે જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું ૩૩.૭૪ ટકા પરિણામ : ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ ઊંચું આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-05-06 11:19:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે ધોરણ-૧૦ નું વિક્રમજનક પરિણામ 83.86% રહ્યું છે.ગયા વર્ષના પરિણામની તુલનામાં આ વર્ષે 1.30% નો વધારો થયો હતો.

આ પરીક્ષામાં કુલ 769993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 756392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 634327 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.86 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જયારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 70934 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 67404 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 22598 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 33.53 ટકા આવ્યું હતું. આ ઉપરાંત જીએસઓએસ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 25313 પરીક્ષાર્થીઓ પૈકી 23353 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 6590 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 28.22 ટકા આવ્યું હતું.ધો. 10 બોર્ડની પરીક્ષા સમગ્ર રાજયના 1006 કેન્દ્રોમાં લેવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74 ટકા પરિણામ મેળવી સૌથી છેલ્લે રહ્યું હતું.
આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 05 કેસ નોંધાયેલ હતા. જ્યારે સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 233 પરીક્ષાર્થીઓના પરિણામ અંગે બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કરી ગેરરીતિમાં સામેલ તમામ પરીક્ષાર્થીઓનો નિર્ણય કરવામાં આવેલ છે.ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 51 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ કક્ષાના વિષયોમાં નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી. આ ઉપરાંત વોકેશનલ 17 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. જયારે 50 ગુણનું પ્રેક્ટિકલ સમગ્ર શિક્ષા દ્વારા અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે-તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
કુલ 4738 દિવ્યાંગ પરીક્ષાર્થીઓને એક કલાક વધુ સમયનો લાભ આપવામાં આવેલ તેમજ જરૂરિયાતવાળા દિવ્યાંગ ઉમેદવારોને લહિયાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. દિવ્યાંગોને સુવિધા ખાતર ભોંયતળિયે પ્રશ્નપત્રની ખાસ સુવિધા કરવામાં આવી હતી. કુલ દિવ્યાંગમાંથી ઉપસ્થિત 4449 અને પ્રમાણપત્રને પાત્ર 2668 ઉમેદવારો છે.

Tags: gujaratSSC result
Previous Post

Certified By Authorities – Bet With Peace Of Mind . Commonwealth of Australia Claim Free Spins Mrpacho Online Casino

Next Post

પંજાબના જલંધરમાં આવેલ બીએસએફ હેડકવાર્ટરની બહાર મોટો વિસ્ફોટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
પાકિસ્તાનમાં 2 બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત

પંજાબના જલંધરમાં આવેલ બીએસએફ હેડકવાર્ટરની બહાર મોટો વિસ્ફોટ

મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.