Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના જલંધરમાં આવેલ બીએસએફ હેડકવાર્ટરની બહાર મોટો વિસ્ફોટ

સ્કૂટરમાં થયેલ ભયાનક વિસ્ફોટનો ઘડાકો એક કિલોમીટર દૂર સુધી સંભળાયો : સુરક્ષા એજન્સીઓએ તપાસ આદરી

dharmendravaghela by dharmendravaghela
2026-05-06 11:25:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના જલંધરમાં મંગળવારે મોડી સાંજે બીએસએફ હેડક્વાર્ટરની બહાર થયેલા એક ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. રાત્રે અંદાજે 8:15 કલાકે થયેલો આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના એક એકટિવા સ્કૂટીમાં થઈ હતી, જેના કારણે વાહનના ફુરચા ઊડી ગયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ છે.

બ્લાસ્ટ બાદ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસ, ફોરેન્સિક અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ વિસ્તારને સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સ્કૂટી ગુરપ્રીત નામના એક ફ્લિપકાર્ટ ડિલિવરી બોયની હતી. તે બીએસએફ હેડક્વાર્ટરની અંદર પાર્સલ આપવા ગયો હતો ત્યારે બહાર પાર્ક કરેલી તેની સ્કૂટીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળની નજીક શાકભાજી માર્કેટ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં ભીડ હતી, પરિણામે ધડાકા પછી નાસભાગ મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ વાહનની ખામીને કારણે થયેલો વિસ્ફોટ લાગતો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આ એક સુનિયોજિત ગ્રેનેડ હુમલો હોઈ શકે છે અને સ્કૂટીમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ હવે આ ઘટના પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અને સ્થાનિક ગેંગસ્ટરોના નેટવર્કની તપાસ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. તપાસકર્તાઓ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે જેથી વિસ્ફોટકો કોણે અને કેવી રીતે પ્લાન્ટ કર્યા તે જાણી શકાય.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્લાસ્ટની આ ત્રીજી મોટી ઘટના છે. આ અગાઉ ચંદીગઢમાં ભાજપ કાર્યાલયની બહાર અને પટિયાલાના શંભુ રેલવે ટ્રેક પર પણ વિસ્ફોટ થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં સતત બની રહેલી આવી ઘટનાઓએ પંજાબની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Tags: blastbsf headquarterjalandharPunjab
Previous Post

ધોરણ ૧૦ બોર્ડનું ૮૩.૮૬ ટકા પરિણામ

Next Post

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાની માફક મહિલાને મુખ્યમંત્રી બનાવે તેવી ચર્ચા

May 6, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

May 6, 2026
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ
તાજા સમાચાર

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

May 6, 2026
Next Post
મમતા બેનરજીને સોપવામાં આવશે INDIA ગઠબંધનનું નેતૃત્ત્વ

બંગાળમાં ખેલા શરૂ : મમતા અને અભિષેકની વધારાની સુરક્ષા પરત ખેંચી લેવાઈ

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમલી પ્રોજેક્ટ ફ્રીડમ સ્થગિત કરવામાં આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.