Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ વધુ ૪૫ દિવસ લંબાવાયો

ઈઝરાયલે કરેલા હવાઈ હુમલામાં હમાસના લશ્કરી પાંખના વડા ઇઝ અલ-દિન અલ-હદ્દાદ ઠાર

dharmendravaghela by dharmendravaghela
2026-05-16 11:57:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ અમેરિકાની

મધ્યસ્થીથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ 45 દિવસ માટે લંબાવવા પર સહમતિ

સધાી છે. તો બીજી તરફ, ગાઝા મોરચે ઈઝરાયલી સૈન્યને મોટી સફળતા મળી છે. શુક્રવારે કરાયેલા

એક હવાઈ હુમલામાં ઈઝરાયલે હમાસના લશ્કરી પાંખના વડા ઇઝ અલ-દિન અલ-હદ્દાદને ઠાર કર્યો છે.
અહેવાલો અનુસાર, ઈઝરાયલી વાયુસેનાએ ગાઝા શહેરમાં એક ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન

પાર પાડ્યું હતું. ઈઝરાયલી ફાઈટર જેટ્સે ગાઝાના એક એપાર્ટમેન્ટ અને કારને નિશાન બનાવીને

બોમ્બમારો કર્યો હતો. હદ્દાદ જે કારમાં સવાર હતો તેને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ

હુમલામાં હદ્દાદ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના

અહેવાલ છે.
મે 2025માં મુહમ્મદ સિનવારની હત્યા થયા બાદ ઇઝ અલ-દિન અલ-હદ્દાદે હમાસની લશ્કરી પાંખની

કમાન સંભાળી હતી. તે હમાસના સૌથી વરિષ્ઠ અને કટ્ટર કમાન્ડરોમાંનો એક હતો, જેણે સાતમી

ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા આતંકી હુમલામાં મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી હતી.
આ સફળતા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું

હતું કે, ‘હદ્દાદ અસંખ્ય ઈઝરાયલી નાગરિકોની હત્યામાં સીધો સામેલ હતો, અને આખરે તેને તેના પાપની

સજા આપીને ખતમ કરી દેવામાં આવ્યો છે.’
સોદાની મધ્યસ્થી કરી રહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (અમેરિકાના વિદેશ મંત્રાલય)ના જણાવ્યા અનુસાર,

ઈઝરાયલ અને લેબેનોન યુદ્ધવિરામની મુદતને વધુ 45 દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આ

નિર્ણયથી સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને મોટી રાહત મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
જોકે, અમેરિકાની મધ્યસ્થી હેઠળ જાહેર કરાયેલા આ યુદ્ધવિરામ છતાં જમીની હકીકત અલગ જોવા મળી

રહી છે. લેબેનોનમાં ઈઝરાયલી સૈન્યના હુમલા ચાલુ રહ્યા છે. હિઝબુલ્લાહના પ્રભુત્વવાળા દક્ષિણ

લેબનોન વિસ્તારમાં ઈઝરાયલી સૈનિકો અને ઇસ્લામી લડવૈયાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને સૈન્ય

કાર્યવાહી હજુ પણ અટકી નથી.
રાજકીય વિશ્લેષકોના મતે, લેબેનોન સરહદે યુદ્ધવિરામ લંબાવાયો હોવા છતાં ગાઝામાં હમાસના ટોચના

કમાન્ડરના મોતના પગલે આગામી દિવસોમાં ગાઝા પટ્ટીમાં હિંસા અને તણાવ વધુ ઉગ્ર બને તેવી

પૂરેપૂરી સંભાવના છે.

Tags: ceasefireisraellebanon
Previous Post

પેટ્રોલની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિ લીટર રૂ.૩ વિન્ડફોલ ટેક્સ ઝીંક્યો

Next Post

ભારત – નેપાળ સરહદ મામલે બાલેન સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
ભારત – નેપાળ સરહદ મામલે બાલેન સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક

ભારત - નેપાળ સરહદ મામલે બાલેન સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક

તૃણમૂલ કોંગ્રેસ છોડી જવા ઇચ્છતા આગેવાનો અને કાર્યકરો પર કોઈ દબાણ નહીં : મમતા બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસ છોડી જવા ઇચ્છતા આગેવાનો અને કાર્યકરો પર કોઈ દબાણ નહીં : મમતા બેનર્જી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.