Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે - રાજ્યપાલ

aaspassdaily by aaspassdaily
2022-09-08 12:00:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નર્મદા જીલ્લાના પ્રાકૃતિક સ્થળ પોઈચા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિંદુ સમાજ ઢોંગી નંબર ૧ છે. પોઇચા ખાતે યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ…. પ્રકૃતિના શરણે ” પરિસંવાદ કાર્યક્રમમાં આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ -સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.
મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર ૧ છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે, નર્મદા જિલ્લાના અંદાજે ૧૧ હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે ૩૩૭૧ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. દેશના ખેડૂતો આર્ત્મનિભર બનશે તો દેશ આર્ત્મનિભર બનશે. ખેડૂતો અને ખેતીને આર્ત્મનિભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે.
જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી. છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ-વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક ખેતી છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુ હોય છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, દાળનું બેસણ, ગોળ, પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે.

Tags: gujarat governarpoichavivadit nivedan
Previous Post

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

Next Post

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.