સિહોરના ઘાંધળી રોડ પર આવેલ જી.આઈ.ડી.સી.-૪ વિસ્તારમાં આવેલી ટાયરની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા સિહોર નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમે બનાવ સ્થળે દોડી જઈ આગ બુઝાવી હતી.
સિહોરના ઘાંઘળી રોડ પર આવેલ જી.આઈ. ડી.સી.-૪ માં આવેલ ઈકબાલભાઈ મેમણની માલિકીની દુકાનમાં આજે વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી.જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ બનાવની જાણ થતાં સિહોર નગરપાલિકા ફાયરવિભાગના ભવિનભાઈ, કૌશિકભાઈ, ચીંથરભાઈ સહિતના ફાયરફાઈટર સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા અને ૨૫૦૦ લીટર પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.આગની આ ઘટનામાં દુકાનનો માલસામાન સળગી ગયો હતો.