તાજેતરમાં હરિધામ સોખડાના સાધુ આનંદસાગર અમેરિકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત ૨૬ ઓગષ્ટના શિબીરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ સંતો લાલઘુમ થઇ અને આનંદસાગરને સોગંદનામુ કરી માફી માંગવા માંગ કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આનંદસાગરએ અમેરિકામાં ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયા હતા. દરમ્યાન તેમણે પ્રબોધસ્વામીનો મહિમા વધારવા મહાદેવનું અપમાન કરતુ ભાષણ કરેલ જેનો ચારે બાજુ વિરોધ થઇ રહ્યો છે. સાધુ સંતો પણ આકરા પાણીએ આવ્યા છે. ગપગોળા હંકારતા વાણી વિલાસની વિડીયો કલીપ વાઇરલ થતા તેના ઉગ્ર પડઘા પડયા છે ત્યારે ઉમરાળા ટીંબી હનુમાનજી જગ્યા મંહત ઓમકારાનંદબાપુએ આનંદસાગરે કરેલ વાણી વિલાસને વખોડી કાઢી અને આ અંગે સોગંદનામુ કરી અને માફી માંગે તેવી ઉગ્ર માગ કરી છે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં લેખિત આપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે