Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટેની છૂટની અવધિ વધારી

પ્રતિબંધોને અવગણીને ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી શરૂ રખાશે

dharmendravaghela by dharmendravaghela
2026-05-19 11:57:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.

અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે, ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.

ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઓઇલની સપ્લાય માટેના સૌથી મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ પરથી જહાજોની અવરજવર બંધ હોવાના કારણે ઓઇલ અને એલપીજી જેવા ઇંધણનો પુરવઠો બરાબર પ્રભાવિત થયો છે. આના કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ઇંધણની તંગી અને મોંઘવારી આસમાન આંબી રહી છે. આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી 30 દિવસની મહોલત ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતે સોમવારે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જણાવ્યું છે કે અમેરિકા તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ જ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયા પર અમેરિકન છૂટના સંબંધમાં તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે ભારત છૂટ પહેલા પણ, છૂટ દરમિયાન પણ અને હવે પછી પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય મુખ્યત્વે વ્યાવસાયિક દ્રષ્ટિકોણ અને પુરવઠાની ઉપલબ્ધતા પર આધારિત હોય છે. હાલમાં દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી અને વિવિધ કરારો હેઠળ પૂરતો સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
આનાથી દેશમાં ઓઇલની સપ્લાય ચેન સુધરશે અને વૈશ્વિક ઊર્જા ખર્ચમાં થઈ રહેલા વધારા સામે સ્થાનિક રિફાઇનરીઓને મોટી મદદ મળશે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત, પહેલાથી જ સસ્તા ભાવનો લાભ લેવા રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.

Tags: indiarussian oilUSA
Previous Post

કેલિફોર્નિયામાં બે સગીર બંદૂકધારીઓનો ઇસ્લામિક સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર

Next Post

રસ્તે રખડતા કૂતરાઓની દૂર કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિષ્ફળ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
રસ્તે રખડતા કૂતરાઓની દૂર કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિષ્ફળ

રસ્તે રખડતા કૂતરાઓની દૂર કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિષ્ફળ

નીટ પેપર લીક મુદ્દે હવે શિક્ષણ પ્રધાન વિરુદ્ધ કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ

નીટ પેપર લીક મુદ્દે હવે શિક્ષણ પ્રધાન વિરુદ્ધ કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.