ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા મીતભાઈ જીતુભાઈ રાઠોડ ઉપર બે શખ્સે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા મીતભાઈ છગનભાઈ રાઠોડ ગઈકાલે સાંજના સમયે તેના ભાઈ સાથે પીપરલા જતા હતા ત્યારે રસ્તામાં તેમની ઇકો કાર ઉભી રખાવી બે શખ્સ લાલો ભોળાભાઈ અને ગોળી ભોળાભાઈએ તેને મોટર સાયકલ પર બેસાડી લઈ ગયા હતા અને પૈસાની માંગણી કરી પાઇપ વડે મીતભાઈને માર મારતા તેમને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે મિતભાઈએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોર તળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.