Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 11:40:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય મોરચેથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, અમેરિકન સેનાએ વેનેઝુએલામાં એક ભયાનક સૈન્ય ઓપરેશન પાર પાડીને ખતરનાક ડ્રગ માફિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફ્લોરેસ ઉર્ફે ‘નીનો ગુરેરો’ ને મોતને ઘાટ ઉતારી દીધો છે. ટ્રમ્પે આ સૈન્ય હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ કાર્યવાહી વેનેઝુએલા સરકારના સમન્વય સાથે કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, છેલ્લા બે દિવસથી ઈરાન પર થઈ રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક બજારોને મોટો ધક્કો લાગ્યો હતો. હવે જ્યારે અમેરિકા ઈરાન સાથે શાંતિ સમજૂતીની ખૂબ જ નજીક હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે વૈશ્વિક સ્તરેથી ધ્યાન વહેંચવા માટે ટ્રમ્પે વેનેઝુએલામાં આ મોટું ઓપરેશન હાથ ધર્યું છે.ટ્રમ્પે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “‘ટ્રેન ડે અરગુઆ’ કાર્ટેલના આ આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો આ દુનિયામાં રહેવાને લાયક જ નથી. મારા નેતૃત્વ હેઠળ અમેરિકન સેના દુનિયાના કોઈપણ ખૂણેથી આંતરરાષ્ટ્રીય આતંકીઓનો પીછો કરીને તેમને ખતમ કરશે.” અત્રે ઉલ્લેખનીય છે કે, ઠાર મરાયેલો ગુરેરો લાંબા સમયથી માનવ તસ્કરી, આતંકવાદ અને ડ્રગ્સ સપ્લાયના ગુનાઓમાં અમેરિકાની આંખમાં ખૂંચતો હતો.
વેનેઝુએલામાં સૈન્ય હુમલા વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ખતમ થવાના પણ મજબૂત સંકેતો મળ્યા છે: ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા ‘X’ પર પુષ્ટિ કરી છે કે, ઈરાનમાં લડાઈનો અંત લાવવા માટે અમેરિકા સાથે ‘ઈસ્લામાબાદ સમજૂતી જ્ઞાપન’ પહેલા કરતા વધુ નજીક છે. તેમણે મીડિયાને કરારની શરતો અંગે કોઈ અટકળો ન લગાવવા અપીલ કરી છે. પ્રમુખ ટ્રમ્પે પણ અરાઘચીની આ પોસ્ટને રીપોસ્ટ કરીને સમર્થન આપ્યું છે.બંને દેશો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ જણાવ્યું છે કે, શાંતિ સમજૂતીનો આખરી મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર થઈ ગયો છે અને હવે આગળની પ્રક્રિયાઓ પર કામ ચાલી રહ્યું છે.

Tags: nino guerrero shot deadus military operationVenezuela
Previous Post

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

Next Post

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

June 13, 2026
Next Post
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.