વૈશ્વિક બજારમાં બદલાતા આર્થિક સમીકરણોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી છે. એમસીએકસ પર સોના અને ચાંદીના ભાવમાં મોટો સિંગલ-ડે કડાકો નોંધાયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.2600 થી વધુ અને ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ.7000 થી વધુનો આકરો ઘટાડો થતાં બજાર સંપૂર્ણપણે તૂટી ગયું છે.
વાયદા બજારની માહિતી અનુસાર, ચાંદી અત્યારે રૂ.230879.00 પર ટ્રેડ કરી રહી છે, જે આગલા બંધ ભાવથી 6693.00 (-2.82%) નો સીધો ઘટાડો દર્શાવે છે. જો દિવસના સૌથી નીચા સ્તરની સરખામણી કરીએ તો તેમાં મહત્તમ 7048 નો મોટો કડાકો આવી ચૂક્યો છે.
સોનું અત્યારે 146714.00 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે આગલા બંધથી -2595.00 (-1.74%) નો ઘટાડો દર્શાવે છે. દિવસના સૌથી નીચા સ્તરને સરખાવતા સોનામાં એક તબક્કે 2609 નો જંગી ઘટાડો નોંધાયો છે.
બજારના આર્થિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોના-ચાંદીમાં આવેલા આ અચાનક કડાકા પાછળ બે મુખ્ય વૈશ્વિક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે:
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત્ રાખવા અંગે લેવાયેલા કડક નિર્ણય બાદથી માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ના ભાવમાં ચાલી રહેલા ભારે ઘટાડાને કારણે મોંઘવારીનો ગ્રાફ નીચો આવ્યો છે. ક્રૂડ ઓઇલ સસ્તું થતાં ફુગાવાનું દબાણ ઘટ્યું છે, જેના લીધે હેજિંગ અથવા સેફ હેવન તરીકે સોના-ચાંદીમાં થતું રોકાણ અચાનક ઘટી ગયું છે.






