Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને સ્પીડ અપ કરવા અને સુરક્ષા વધારવા માટે લેવાયો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:07:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના કરોડો આધારકાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને સ્પીડ અપ કરવા અને સુરક્ષા વધારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પહેલી જુલાઈ 2026થી આધારકાર્ડમાં ઈમેલ આઈડી ઉમેરવા કે સુધારવા માટે કોઈ પણ સર્વિસ ચાર્જ ચૂકવવો નહીં પડે. આ સુવિધા નાગરિકો માટે સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર અત્યાર સુધી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી લિંક કરાવવા કે પછી ઈમેલ આઈડી બદલવા માટે આધારકાર્ડ ધારતોએ નક્કી કરાયેલી સર્વિસ ફી ચૂકવવી પડતી હતી. પરંતુ હવે પહેલી જુલાઈથી લાગુ થઈ રહેલાં નવા નિયમો અનુસાર, હવે સામાન્ય જનતા ઓનલાઈન પોર્ટલ તેમ જ માયઆધાર (myAadhaar) એપના માધ્યમથી કોઈ પણ ચાર્જ આપ્યા વગર ઘરે બેઠા જ પોતાનું ઈમેલ આઈડી અપડેટ કરી શકશે.
UIDAI આ સુવિધા મફત કરીને વધુમાં વધુ લોકોને આધાર સાથે ઈમેલ લિંક કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેનાથી સુરક્ષાના અનેક ફાયદા મળશે જેમ કે-
ઈન્સ્ટન્ટ એલર્ટ અને ઓટીપી: તમારા આધાર કાર્ડનો ક્યાંય પણ ઉપયોગ થશે, તો મોબાઈલ નંબરની સાથે તરત જ ઈમેલ પર પણ વેરિફિકેશન ઓટીપી (OTP) અને એલર્ટ આવી જશે.
ઓનલાઈન ફ્રોડ સામે રક્ષણ: જો કોઈ તમારી જાણ બહાર આધાર ડેટા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે, તો ઈમેલ નોટિફિકેશન દ્વારા તમને તુરંત જાણ થઈ જશે.
વિદેશ પ્રવાસમાં સરળતા: જો તમે વિદેશમાં હોવ અને તમારો ભારતીય મોબાઈલ નંબર બંધ હોય, તો પણ તમે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઓટીપી મેળવીને આધાર વેરિફિકેશનનું કામ સરળતાથી પતાવી શકશો. પહેલી લી જુલાઈથી અમલી બનનારો આ નવો નિયમ સામાન્ય નાગરિકોના પૈસા બચાવવાની સાથે-સાથે તેમના આધાર ડેટાને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અત્યારે જ શેર કરી દો. જેથી તેઓ પણ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

 

Tags: Aadhar card
Previous Post

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

Next Post

વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા
તાજા સમાચાર

અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા

June 23, 2026
Next Post
વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

સિહોર ન.પા.ના જેસીબી મશીનજાણી જોઈને બંધ રખાતા હોવાના આક્ષેપ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.