ભાવનગર હવાઇ મથકના વિકાસમાં ખુબ લાંબો સમય રહ્યો છે. એક સમયે અહીં નાઇટ લેન્ડીંગની સુવિધા પણ ન હતી જે હવે ઉપલબ્ધ થઇ છે. આ હવાઇ મથક પરથી અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સતત આવતી-જતી હોય છે. જાે કે, ભાવનગર એરપોર્ટ પરથી આજ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ ઉડી ન હતી અને ગઇકાલે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડતા આવી પ્રથમ ઘટના નોંધાઇ છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર એરપોર્ટ પરથી ગઇકાલે ભાવનગરથી સીધી અબુધાબીની ફ્લાઇટ રવાના થઇ હતી. આ પ્રાઇવેટ ફ્લાઇટ હતી અને તેની ઇમીગ્રેશન સહિતની તમામ કાર્યવાહી સ્પેશ્યલ અમદાવાદના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં મોરારીબાપુ રવાના થયાનું જાણવા મળ્યું છે. જાે કે, આ અંગે હજુ સત્તાવાર કશુ પ્રાપ્ત થયું નથી.