મહુવા,તા.૩
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુવાના નુતનનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રોકડ સહીત મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે નુતનનગર શાળાથી આગળના રસ્તા પર રેઇડ કરવામાં આવી હતી. આ દરોડામાં જુગાર રમતા પ્રવીણ ચૌહાણ, ઈમરાન શેખ, અલ્પેશ, રાકેશ વિરડીયા, જીગ્નેશ મહીડા અને કિશોર બારૈયા નામના શખ્સોને રોકડ સહિત કુલ રૂ. ૪૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ટાઉન પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી પી.આઈ. એમ.એમ. સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ ડી.કે. આહીર અને વિજયભાઈ બારૈયા સહિતની ટીમે પાર પાડી હતી.





