Monday, July 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હોર્મુઝની ખાડી પસાર કરી ૧૫ જહાજો ભારત તરફ આગળ વધ્યા

આઠ જહાજો 3.32 લાખ ટન યુરિયા, ચાર જહાજો 2.57 લાખ ટન ડીએપી (DAP) અને 3 જહાજો 1.11 લાખ ટન સલ્ફર લાવી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2026-07-06 11:47:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં તાજેતરમાં ફાટી નીકળેલા યુદ્ધ છતાં ભારતની ખાતર સપ્લાય ચેન મોટાભાગે

અપ્રભાવિત રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશ માટે ખાતર અને કાચો

માલ લઈને આવી રહેલા 20 માંથી 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી ચૂક્યા છે અને ભારત

તરફ આગળ વધી રહ્યા છે.
આમાંથી 8 જહાજો 3.32 લાખ ટન યુરિયા, ચાર જહાજો 2.57 લાખ ટન ડીએપી (DAP) અને 3 જહાજો

1.11 લાખ ટન સલ્ફર લાવી રહ્યા છે. અન્ય પાંચ જહાજો પણ પાઇપલાઇનમાં છે અને તેમાંથી દરેક

0.25લાખ ટન એમોનિયા અને 0.45 લાખ ટન યુરિયા લઈને આવશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ શિપમેન્ટ (જહાજો) સમયસર પહોંચવાની અપેક્ષા છે. તેમણે ઉમેર્યું કે,

જોકે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે દરિયાઈ વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે

સમયસર આયોજન, અસરકારક સંકલન અને સતત દેખરેખ દ્વારા ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી

છે. ઓમાન, મલેશિયા, વિયેતનામ, જ્યોર્જિયા, નાઇજીરિયા, રશિયા, ફિનલેન્ડ, ઇજિપ્ત, અલ્જીરિયા, તુર્કી

અને નેધરલેન્ડથી યુરિયાનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
ફર્ટીલાઇઝર મિનિસ્ટર જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે સંઘર્ષે (યુદ્ધે) વૈશ્વિક સપ્લાય ચેનને ખોરવી નાખી છે,

જેના કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે. જોકે, સરકારે ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે. પ્રથમ

ત્રિમાસિક ગાળામાં સ્થાનિક યુરિયાનું ઉત્પાદન 71.55 લાખ ટન રહ્યું હતું, જે લક્ષ્યાંક કરતાં વધુ છે. બીજી

જુલાઈ સુધીમાં યુરિયાનો સ્ટોક 69.08 લાખ ટન હતો, જેનાથી કુલ ઉપલબ્ધતા 163.35 લાખ ટન થઈ

ગઈ છે.
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ખાતર વિભાગ રાજ્ય સરકારો સાથે સતત તાલમેલ મિલાવી રહી છે, જેથી

પ્રાદેશિક સ્તરે ઉપલબ્ધતા અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરી શકાય. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રીતે રક્ષણ થાય.
મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સ (ખાતરના કારખાના)ને થતો નેચરલ ગેસ

(કુદરતી ગેસ)નો પુરવઠો, જે થોડા સમય માટે લગભગ 65 ટકા સુધી ઘટી ગયો હતો, તે હવે પૂરેપૂરો

100 ટકા પુનઃસ્થાપિત થઈ ગયો છે.
મંત્રાલયે આગળ જણાવ્યું કે તેણે 197.56 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લીધો છે, જે દેશની

383.9 (LMT)ની વાર્ષિક ખાતરની જરૂરિયાતના 51 ટકા કરતાં વધુ છે. તેમણે ઉમેર્યું કે ખાતરની

આયાત અને સ્થાનિક ઉત્પાદનમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે દેશભરમાં ખાતરની પૂરતી

ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.

Tags: hormuzindian sheep passed
Previous Post

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

Next Post

ભારત સહિતના અનેક દેશ અમારા મિત્રો : નેતન્યાહૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે
આંતરરાષ્ટ્રીય

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

July 6, 2026
આમિર ખાને ખાસ આમંત્રિતોની હાજરીમાં ગૌરી સાથે કર્યા ત્રીજા લગ્ન
તાજા સમાચાર

આમિર ખાને ખાસ આમંત્રિતોની હાજરીમાં ગૌરી સાથે કર્યા ત્રીજા લગ્ન

July 6, 2026
મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન
આંતરરાષ્ટ્રીય

મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન

July 6, 2026
Next Post
ભારત સહિતના અનેક દેશ અમારા મિત્રો : નેતન્યાહૂ

ભારત સહિતના અનેક દેશ અમારા મિત્રો : નેતન્યાહૂ

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.