Monday, July 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત સહિતના અનેક દેશ અમારા મિત્રો : નેતન્યાહૂ

ઈઝરાયેલ એમેરિકા ઉપર નિર્ભર નથી : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખને ઇઝરાયેલનો ઝડબાતોડ જવાબ

dharmendravaghela by dharmendravaghela
2026-07-06 11:49:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને લઈને વધી રહેલા

તણાવ વચ્ચે ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

નેતન્યાહુએ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વેન્સના એ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. જેમાં વેન્સે

કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અમેરિકા જ ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી દેશ બચ્યો છે.

નેતન્યાહુએ અમેરિકી ન્યૂઝ ચેનલ ‘ફોક્સ ન્યૂઝ’ને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતનો ખાસ ઉલ્લેખ કરીને

વેન્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
નેતન્યાહુએ જે.ડી. વેન્સના નિવેદનનો જવાબ આપતા હળવા અંદાજમાં અને કટાક્ષમાં જણાવ્યું કે,

“અમારી પાસે બીજા પણ ઘણા મિત્રો છે. જેમ કે ભારત જેવો એક ‘નાનો’ દેશ, તમે જાણો છો ને, ત્યાં 1.4

અબજ (140 કરોડ) લોકો રહે છે અને સાચું કહું તો, અમને ત્યાંથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.”

તેમણે ઉમેર્યું કે, “મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ ભારત તરફથી ખૂબ જ મોટો સપોર્ટ

મળે છે. મારું ફેસબુક પર એકાઉન્ટ છે અને ત્યાં ભારતીય યુઝર્સ મને ભારે સમર્થન આપી રહ્યા છે.

ઇઝરાયલ પાસે મિત્રોની કોઈ કમી નથી.”
ગયા મહિને વ્હાઇટ હાઉસમાં એક બ્રીફિંગ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વેન્સે ઇઝરાયલને

અમેરિકા-ઈરાન શાંતિ વાર્તાનું સન્માન કરવાની સલાહ આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે

ઇઝરાયલના નેતાઓ આ સમજૂતીથી નારાજ છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે, ત્યારે

વેન્સે કહ્યું હતું કે, “જો હું ઇઝરાયલ સરકારની કેબિનેટમાં હોત, તો હું કદાચ એ એકમાત્ર શક્તિશાળી સાથી

દેશની ટીકા ન કરત, જે આખી દુનિયામાં મારી પાસે બચ્યો છે.”
જે.ડી. વેન્સના દાવાનું ખંડન કરતા નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે દુનિયાના ઘણા દેશો ઇઝરાયલની સાયબર

સિક્યોરિટી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ક્ષમતાના દિવાના છે. ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ

બેન્જામિન નેતન્યાહુના જણાવ્યા અનુસાર “ઘણા વૈશ્વિક નેતાઓ મને ફોન કરીને કહે છે કે, ‘જુઓ, અમારે

પબ્લિક ઓપિનિયન (જનમત)ને લઈને કેટલીક આંતરિક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ અમે તમારું

સન્માન કરીએ છીએ. શું આપણે કોઈ આર્થિક કે સંરક્ષણ સમજૂતી કરી શકીએ? શું તમારી સેના જેવી

ટેકનિક અમને શીખવી શકો?’ સાયબર સેક્ટરમાં ઇઝરાયલ દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે અને

અમારી ટેક્નોલોજી બેનમૂન છે. તેથી, વૈશ્વિક સ્તરે અમારા સંબંધો બહારથી દેખાય છે તેના કરતાં ઘણા

ઊંડા અને મજબૂત છે.”
લેબનાનમાં ઇઝરાયલના સૈન્ય ઓપરેશન્સ અને ઈરાન સાથે અમેરિકાની શાંતિ મધ્યસ્થતાને કારણે

અત્યારે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પડદા પાછળ તણાવ વધી રહ્યો છે, તેવા સમયે નેતન્યાહુએ

ભારતનું નામ આગળ ધરીને અમેરિકાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઇઝરાયલ માત્ર વોશિંગ્ટન પર નિર્ભર

નથી.

Tags: netanyahu says india is friend
Previous Post

હોર્મુઝની ખાડી પસાર કરી ૧૫ જહાજો ભારત તરફ આગળ વધ્યા

Next Post

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

dharmendravaghela

dharmendravaghela

Related News

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે
આંતરરાષ્ટ્રીય

પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય થતા ક્રૂડ ઓઈલનો ભાવ ૭૦ ડોલર નીચે

July 6, 2026
આમિર ખાને ખાસ આમંત્રિતોની હાજરીમાં ગૌરી સાથે કર્યા ત્રીજા લગ્ન
તાજા સમાચાર

આમિર ખાને ખાસ આમંત્રિતોની હાજરીમાં ગૌરી સાથે કર્યા ત્રીજા લગ્ન

July 6, 2026
મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન
આંતરરાષ્ટ્રીય

મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન

July 6, 2026
Next Post
બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન

મહિલા ટી-૨૦ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા ૭મી વખત ચેમ્પિયન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.