Monday, August 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં સમાધાન માટે બોલાવીને યુવકની ઘાતકી હત્યા!

બોટાદના ખસ રોડ વિસ્તારની ઘટનાથી સનસનાટી, તીક્ષ્ણ હથિયારથી હુમલો થતાં ૧ યુવકનું મોત અને ૨ ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 13:53:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે સોશિયલ મીડિયા પર થયેલો સામાન્ય વિવાદ ખૂની ખેલમાં પરિણમ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલાયેલા રિક્વેસ્ટ મેસેજ અને ચેટ મામલે ઉભા થયેલા વિવાદનું સમાધાન કરવા માટે બોલાવાયેલા ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ હુમલાનો ભોગ બનનાર યુવકોમાં હરપાલ રવુભાઈ ખાચરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અક્ષય રાજુભાઈ ખાચરને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. ત્રીજા ઈજાગ્રસ્ત યુવક સતુ વલકુભાઈ બોરીચાની સારવાર બોટાદમાં જ ચાલી રહી છે. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા.બનાવની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. એસપી ધર્મેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, યુવતીના ભાઈ અને તેના સાગરિતોએ જ સમાધાનના બહાને આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી છે.

Tags: Botadyuvan hatya
Previous Post

શેત્રુંજી ડેમ ઓવરફ્‌લો થતાં મ્યુ. શાસકો, તંત્ર વાહકો દ્વારા પરંપરાગત રીતે જળના વધામણાં

Next Post

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!

August 24, 2026
જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

August 24, 2026
ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા

August 24, 2026
Next Post
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયા મહત્વના કરાર

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

ઈરાન હત્યાની કોશીશ કરશે તો ૧૦૦૦ મિસાઈલનો મારો ચલાવીશું : ટ્રમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.