Saturday, July 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક

રથયાત્રા પરંપરા મુજબ શાંતિપૂર્ણ અને ધર્મમય વાતાવરણમાં ઉજવવા ચર્ચા, 'લોહી અને મહેંદીનો રંગ એક જ છે' ના સંદેશ સાથે પોલીસ દ્વારા આયોજિત રક્તદાન-મહેંદી સ્પર્ધાની સમિતિ દ્વારા પ્રશંસા

dharmendravaghela by dharmendravaghela
2026-07-11 13:12:42
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી તા.૧૬ના રોજ ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા સંદર્ભે ગત શુક્રવારે શહેર એકતા સમિતિની બેઠક મેયર અને સમિતિના અધ્યક્ષ ઉષાબેન કે. તલરેજાના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકા કમિશનર એન.કે. મીના, અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, સભ્ય સચિવ અને નાયબ પોલીસ અધિક્ષક આર.વી. ડામોર સહિતના અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ, એકતા અને સદ્ભાવના થકી કોમવાદ અને જ્ઞાતિવાદ જેવા દૂષણોને મૂળમાંથી નાબૂદ કરવાનો હતો. આગામી રથયાત્રા પરંપરા મુજબ શાંતિપૂર્ણ અને ધર્મમય વાતાવરણમાં ઉજવાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન, આઈ.જી.પી. આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ ભાવનગર પોલીસ દ્વારા શરૂ કરાયેલી અનોખી પહેલની નોંધ લેવાઈ હતી. “તમામ ધર્મના લોકોના લોહી અને મહેંદીનો રંગ એક જ હોય છે” તેવા પ્રેરણાદાયક સંદેશ સાથે સર્વધર્મ માટે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને બહેનો માટેની મહેંદી સ્પર્ધાની સમિતિના અધ્યક્ષ તથા સભ્યોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
સમિતિના સભ્યો અને વિવિધ જ્ઞાતિના અગ્રણીઓએ વિશાળ જનસમુદાયને તહેવારો ભાઈચારાથી ઉજવવા અનુરોધ કર્યો હતો. અંતમાં, મેયર ઉષાબેન તલરેજાએ પ્રેસ મીડિયા મારફતે સંસ્કારી અને શાંતિપ્રિય ભાવેણાના સૌ નગરજનોને રથયાત્રામાં કોમી એખલાસ અને એકતા જાળવી રાખવા ભાવભરી અપીલ કરી હતી.

Tags: bethakbhavnagarekta samiti
Previous Post

સીસીટીવી સર્વેલન્સની સફળતા નેત્રમ શાખાએ રિક્ષામાં ભુલાયેલી બેગ ગણતરીની કલાકોમાં પરત અપાવી

Next Post

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી
ભાવનગર

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી

July 11, 2026
પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન
ભાવનગર

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

July 11, 2026
ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

July 11, 2026
Next Post
ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.