Thursday, July 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ : ત્રિમંદિરે આશીર્વાદ મેળવી જનસેવા માટે થયા સંકલ્પબદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અને નાગરિકોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો; કોઈ પણ ભભકા વિના સીએમ સીધા સરકારી કામકાજમાં પરોવાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-15 11:47:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી વડા તરીકેની વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે આજે પોતાના જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી છે. રાજકારણમાં અત્યંત સરળ, વિનમ્ર અને મૃદુ મિજાજ ધરાવતા મુખ્યમંત્રીના જન્મદિવસને સમગ્ર રાજ્યમાં લોકકલ્યાણ અને જનસેવાના પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કોઈ પણ જાતના દેખાડા કે પ્રચાર વિના હંમેશા કાર્યનિષ્ઠાને પ્રાધાન્ય આપતા સીએમએ આ ખાસ દિવસે ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા પ્રખ્યાત ત્રિમંદિરની મુલાકાત લીધી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સમક્ષ શ્રદ્ધાપૂર્વક નમન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે અંતરપૂર્વક પ્રાર્થના કરીને ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા. આ પ્રસંગે તેમણે દાદા ફાઉન્ડેશનના વડા પૂજ્ય દીપકભાઈની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં પૂજ્ય દીપકભાઈએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા. આ આધ્યાત્મિક ઉર્જા સાથે મુખ્યમંત્રીએ રાજ્યના વણથંભ્યા વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.પોતાની વહીવટી સૂઝબૂઝથી જનજનના હૃદયમાં સ્થાન મેળવનારા સીએમ ત્રિમંદિરે દર્શન કર્યા બાદ તુરંત જ સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને પૂર્વ નિર્ધારિત સરકારી બેઠકો તેમજ લોકસેવાના કાર્યોમાં પુનઃ સક્રિય થઈ ગયા હતા.

વડાપ્રધાન મોદી અને સાથી મંત્રીઓએ પાઠવી શુભેચ્છાઓ
મુખ્યમંત્રીના જન્મદિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાસ ટ્વીટ અને ટેલિફોનિક વાતચીત દ્વારા દીર્ધાયુ અને તંદુરસ્ત જીવનની મંગલકામનાઓ પાઠવી હતી. આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મંત્રીઓ તરફથી પણ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નાગરિકો તેમના સંવેદનશીલ નેતૃત્વની સરાહના કરી રહ્યા છે.

Tags: bhupendrabhai patelbirthday
Previous Post

કેનેડાના અનેક પ્રાંતમાં કાળઝાળ ગરમી : લોકો ત્રાહીમામ

Next Post

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

dharmendravaghela

dharmendravaghela

Related News

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય

આર્જેન્ટિના ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

July 16, 2026
ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ
તાજા સમાચાર

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

July 16, 2026
પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

July 16, 2026
Next Post
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.