Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બોટાદમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મામલે થયેલી યુવાનની હત્યામાં ૪ આરોપી ઝડપાયા

બંને પક્ષો સમાધાન માટે ખસ રોડ પર ભેગા થયા હતા, વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, પકડાયેલા 4માંથી 3 સગીરવયના

dharmendravaghela by dharmendravaghela
2026-07-15 13:26:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ શહેરના ખસ રોડ પર ગત ૯ જુલાઈની રાત્રે એક ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો. એક યુવતીના મોબાઈલમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે અગાઉ થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો સમાધાન માટે ખસ રોડ પર ભેગા થયા હતા. આ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા હરપાલભાઈ રવુભાઈ ખાચરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલામાં ઘાયલ અન્ય બે યુવાનો પૈકી અક્ષયભાઈ રાજુભાઈ ખાચરને વધુ સારવાર અર્થે ભાવનગર અને સતુભાઈ વલકુભાઈ બોરીચાને બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા સહિત ડી.વાય.એસ.પી., એલ.સી.બી., એસ.ઓ.જી. અને ટાઉન પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી ફરિયાદના આધારે કુલ ૫ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જેમાંથી પોલીસે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ૩ સગીર વયના (જેમને ભાવનગર ખસેડાયા છે) અને ૧ પુખ્ત વયના આરોપી મયુર કિરીટસિંહ ડાયમાનો સમાવેશ થાય છે.આ કેસમાં હજુ એક આરોપી જસપાલ મહોબતસંગ ચાવડા પોલીસ પકડથી દૂર છે, જેને પકડી પાડવા પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags: Botadkhun aaropi
Previous Post

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સૌરાષ્ટ્ર ચેમ્બરની મુલાકાતે

Next Post

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

dharmendravaghela

dharmendravaghela

Related News

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે
ભાવનગર

આયોજન: ઘોઘા રોડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે મુખ્ય ડ્રેનેજ લાઈન અને નાળાને વિકસાવાશે

July 15, 2026
નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ
ભાવનગર

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

July 15, 2026
એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!
ભાવનગર

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

July 15, 2026
Next Post
એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

એમ્બ્યુલન્સમાં દર્દીની બદલે દારૂની હેરાફેરી!

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

નવા સરોડ અને ખીજડીયામાં બાલિકા પંચાયત દ્વારા પ્રેરણાદાયી વૃક્ષારોપણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.