ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામે કૃષક ભારતી કો.ઓપ લિમિટેડ (કૂભકો) તથા સર્વોદય સેવા સહકારી મંડળી સુરનીવાસના સંયુક્ત ઉપક્રમે મંડળીની ૩૯ વાર્ષિક સાધરણ સભા તેમજ કૂભકોના ખાતર વિસ્તરણ પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ મંડળીના પ્રમુખ કરસનભાઈ જીવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં કૂભકોના એરિયા મેનેજર જૂનાગઢ રાકેશભાઈ બાભરોલીયા ભાવનગરના પ્રતિનિધિ મયુરભાઈ સરધારા વિસ્તરણ અધિકારી મનહરભાઈ લુણી ગ્રામસેવક સુરેશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમમાં સ્વાગત કર્યા બાદ મંડળીનો વાર્ષિક અહેવાલો હિસાબો રજૂ કરવામાં આવેલ હતા અને મંડળીને સાડા આઠ લાખ જેવો મતબર નફો કરેલ હતો અને ૧૨ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરેલ અને મંડળીના તમામ સભાસદોને બોનસ તરીકે ગિફ્ટ પણ આપવામાં આવેલ ત્યારબાદ કુભકોના કાર્યક્રમમાં એરિયા મેનેજર રાકેશભાઈ બાંભરોલીયાએ કુભકોના ઉત્કર્ષ ઉત્પાદનો યુરિયા, ડીએપી, એનપીકે ,ખાતરોના સમતોલન અને સંકલિત વપરાશ માટેનું માર્ગદર્શન અને ખાસ કરીને જૈવિક ખાતરો એન બી કે બાયો ફર્ટીલાઇઝર સીટી કમ્પોસ્ટ માઈકોરાઈજા જેવા ખાતરોનો વધારે વ્યાપ વધે અને ખેડૂતો વાપરે એના ફાયદાઓ વાપરવાની રીત વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ.કુભકોના ભાવનગર જિલ્લાના અધિકારી મયુરભાઈ સરધારા દ્વારા કુભકો સંસ્થાની ખેડૂત લક્ષી સહકારી પ્રવૃત્તિ તેમજ કંપનીના કાર્યપદ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન મંડળીના મંત્રી હિરેનભાઈ નાકરાણી દ્વારા કરવામાં આવેલ.





