Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્તાનનું સરહદ પર ફાયરિંગ : સેનાનો વળતો પ્રહાર

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અશાંતિના માહોલથી ધ્યાન ભટકાવવા રાજૌરી સરહદ પર ગોળીબાર કર્યો : ભારતીય સેનાએ પણ વળતો ગોળીબાર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 11:49:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન કબ્જા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં સતત બગડતી પરિસ્થિતિ અને જનતાના વિરોધ પ્રદર્શનથી દેશ અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સરહદ પર ફરી એક નવો પેંતરો રચ્યો છે. શુક્રવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ આ ઉશ્કેરણીજનક ગોળીબારનો સામનો કરતા પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે આશરે 10થી 11 વાગ્યાની આસપાસ રાજૌરી જિલ્લાના તરકુંડી ફોરવર્ડ એરિયામાં પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી અચાનક ભારે ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં ભારતીય સેનાએ તેને માત્ર એક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ગણીને ભારે સંયમ જાળવ્યો હતો. પરંતુ જ્યારે સરહદ પારથી ફાયરિંગ વધુ તેજ થયું, ત્યારે ભારતીય જવાનોએ પણ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાની ચોકીઓ પર જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. આ ગોળીબાર મોડી રાત સુધી અટકતા-અટકતા ચાલુ રહ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોર્ડર પર તહેનાત ભારતીય જવાનોએ રાત્રિના સમયે સરહદ પારથી કેટલાક શંકાસ્પદ આતંકીઓની હિલચાલ જોઈ હતી. આતંકીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા જણાતા જ સેનાએ તાબડતોબ ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓને કવર ફાયર આપવા માટે પોતાના તરફથી નાના હથિયારો વડે બ્લાઇન્ડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
સરહદ પર તહેનાત સૈન્ય અધિકારીઓ હાલ સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ગયા વર્ષે સરહદ પર થયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે આટલી ભારે માત્રામાં ગોળીબાર થયો હોય. આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા ઘણી વખત સીમા પારથી ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો થયા છે, જેને ભારતીય સેનાના જવાનોએ હંમેશા નિષ્ફળ બનાવ્યા છે.
રાત્રિના સમયે થયેલા આ ફાયરિંગ બાદ શનિવારે સવારથી જ ભારતીય સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સરહદની નજીક કોઈ ઘૂસણખોર અથવા આતંકવાદી છુપાયેલો ન રહે તે સુનિશ્ચિત કરવા માટે જવાનો ઝીણવટભર્યું ચેકિંગ કરી રહ્યા છે. આ સાથે જ કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે એલઓસી પર સેનાની તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરી દેવામાં આવી છે.

 

Tags: loc firing
Previous Post

પ્રધાનમંત્રી મોદીના રાજીનામાની માંગ સાથે કોકરોચ પાર્ટીના સ્થાપક ઉપવાર ઉપર ઉતર્યા

Next Post

સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

dharmendravaghela

dharmendravaghela

Related News

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક
તાજા સમાચાર

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

July 18, 2026
ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ભારતીય ટ્રક ચાલકોની મુશ્કેલી વધી

July 18, 2026
શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ
તાજા સમાચાર

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

July 18, 2026
Next Post
સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

સોનમ વાંગચૂકને પોલીસ ઉઠાવી ગઈ : હોસ્પિટલમાં દાખલ

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

શ્રીલંકામાં મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.