ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે જેને ઓળખ આપવાની જરૂર જ ન પડે એવાં અને પારિવારિક ગુજરાતી ફિલ્મોના નિર્માતા કે જેમણે ગુજ્જુ સિને રસિકોના દિલો પર રાજ કર્યું છે એવાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામના વતની જશવંત ગાંગાણી તથા તેમની ટીમ દ્વારા આજથી ૨૧ વર્ષ પહેલા રજૂ કરેલી “મેં તો પાલવડે બાંધી પ્રિત” નામની સુંદર ફિલ્મ ફરી રીલિઝ કરી છે આ ફિલ્મ રિલીઝ થતાં જ ગુજરાતી દર્શકો પર છવાઈ ગઈ છે.
મૈયરમા મનડું નથી લાગતું માંડવડા રોપાવો માણારાજ રૂદિયે રંગાણા તમે સાજણા સહિત અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપનાર ફિલ્મ નિર્માતા જશવંત ગાંગાણીના જણાવ્યા મુજબ, આજની નવી પેઢી અત્યાર સુધી આ ફિલ્મ વિશે માત્ર સાંભળતી આવી છે, પરંતુ હવે તેમને મોટા પડદા પર આ ક્લાસિક પ્રેમકથાનો અનુભવ કરવાનો અવસર મળશે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ફિલ્મની દૃશ્ય અને શ્રાવ્ય ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવામાં આવી છે, જેથી જૂના દર્શકો માટે યાદો તાજી થશે તો નવા દર્શકો માટે આ ફિલ્મ એક અનોખો સિનેમેટિક અનુભવ બની રહેશે.તથા તેમની ટીમ સ્વચ્છ પારિવારિક ફિલ્મ થકી ગુજરાતી સિને રસિકોના દિલો પર રાજ કરવા ફરી તૈયાર થયા છે
હિતેન કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગની સાક્ષી બનેલી ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ ફરી એકવાર આજની યુવા પેઢીના દર્શકોના દિલ જીતી લશે આ રિ-રિલીઝ ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે માત્ર ફિલ્મ નહીં,પરંતુ લાગણીઓ અને યાદોને ફરી જીવંત કરવાની એક વિશેષ તક બની રહેશે.આ પ્રંસગે હિતેન કુમારની સાથે નિર્માતા દિગર્શક જસવંત ગાંગાણી ,ગાયક સંગીતકાર અરવિંદ બારોટ,દિનેશ લાંબા સહિત ઉપસ્થિત રહિયા હતા




