તળાજામા શુક્રવારે બપોરના સમયે પેટ્રોલ વહન કરતા ટ્રક ચાલકે વૃદ્ધ બાઇક ચાલકને હડફેટે લીધાહતા.જેને લઈ બાઈક સાથે વૃદ્ધ ટ્રકનીચે ફસાઈ જતા પહેલા તો અફવા ઉડી હતી કે ફ્સાઈ ગયેલા વ્યક્તિનું મૃત્યુ થયેલ છે. સ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા.પરંતુ ટ્રક નીચે જોતા વૃદ્ધનો પગ ફસાઈ ગયેલ હોઈ સહી સલામત રીતે બહાર કાઢવામા સફળતા મળી હતી.
તળાજામાં સદવિચાર જનરલ હોસ્પિટલ સામેના માર્ગ પર શુક્રવારે બાઈક અને ટ્રકનો અકસ્માત થયેલ.બાઈક ચાલક મહેંદીભાઈએ જણાવ્યું હતુ કે બાઈક સાઈડમાં ઉભા રહી ગયેલા. પરંતુ ટ્રક ચાલક મોબાઈલમા વાત કરતો હોય અહીં વળાંક વાળતા ધ્યાન ન રહેતા વૃદ્ધને બાઈક સાથે હડફેટે લેતા ટ્રક નીચે બાઇક સાથે ફ્સાઈ ગયા હતા.સ્થિતિ એવી નિર્માણ પામી હતી કે ટ્રક એક ફૂટ પણ આગળ પાછળ કરેતો વૃદ્ધને ગંભીર ઈજા પહોંચે તેમ હતી. આથી જેક દ્વારા ટ્રક ઉંચો કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થળપર લોકોના ટોળા ઉમટયા હતા.સૌના મોઢે ચમત્કારિક બચાવ થયાના શબ્દો હતા.




