Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતમાં એક જ રાઉન્ડમાં સિઝનનો ૭૫ ટકાથી વધુ વરસાદ પડ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:06:48
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં છેલ્લા 5 દિવસથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ થઈ રહ્યો છે. વરસાદી આંકડાની વાત

કરવામાં આવે તો, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં

છે. વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ છે, જ્યા ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ

જિલ્લાના કપરાડા તાલુકામાં બપોરે 12 વાગ્યા પછી ધોરમાર વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં

કપરાડામાં સૌથી વધુ 99 મીમી વરસાદ ખાબકી ગયો હતો. ડાંગ અને દક્ષિણના પહાડી વિસ્તારોમાં પણ

ભારે વરસાદ થયો છે.
આંકડાની વાત કરવામાં આવે તો, વલસાડ જિલ્લાના કપરાડા તુલાકમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે.

તે પછી ક્રમશઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 3.15 ઇંચ, ડીસા તાલુકામાં 2.83 ઇંચ,

વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં 2.4 ઇંચ, લાખણીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ, સુરત

જિલ્લાના ઉમરપરા તાલુકામાં 1.73 ઇંચ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 1.73 ઇંચ, બનાસકાંઠા

જિલ્લાના વડગામ તાલુકામાં1.46 ઇંચ અને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 1.38 ઇંચ વરસાદ

ખાબક્યો છે. આ સાથે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં થયો છે. ગુજરાતમાં આ

સિઝનનો કુલ 53.67 ટકા વરસાદ થયો છે. જેમાં ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો, કચ્છ ઝોનમાં

18.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા અને

દક્ષિણ ગુજરાતમાં 77.42 વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વરસાદે દક્ષિણ

ગુજરાતમાં વધારે તારાજી સર્જી છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રસ્તાઓ પણ પાણીના કારણે બંધ કરી

દેવામાં આવ્યાં હતાં. જો કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાહતકામગીરી શરૂ

કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં

વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. અમીરગઢમાં સવારથી જ ઝાપટાં શરૂ થઈ

ગયાં હતાં અને કુલ 80 મીમી વરસાદ નોંધાયો. ડીસા અને લાખાણી તાલુકામાં માત્ર બે-ત્રણ કલાકમાં જ

45-45 મીમી વરસાદ વરસી ગયો હતો. મધ્ય ગુજરાત અને પંચમહાલ-દાહોદ વિસ્તારમાં પણ હળવાથી

મધ્યમ ઝાપટાં પડતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠ્યા હતાં.

Tags: gujaratrain
Previous Post

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

Next Post

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.