ઓગસ્ટ મહિનાની શરૂઆત દેશવાસીઓ માટે મોટી રાહત સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ 2026 થી 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાથી વધુનો મોટો કાપ મૂક્યો છે. આ નવા ભાવ આજે 1 ઓગસ્ટથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે.
આજે થયેલા ઘટાડા બાદ દેશના મુખ્ય શહેરો દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર 202 સસ્તો થઈને હવે 2728 માં મળશે. છેલ્લા બે મહિનામાં દિલ્હીમાં કુલ રૂ.385.50 નો ઘટાડો નોંધાયો છે. કોલકાતામાં સૌથી વધુ 209 રૂપિયાનો ઘટાડો કરાતાં નવો ભાવ 2872.50 થયો છે. નોંધનીય છે કે આ અગાઉ જુલાઈ મહિનામાં પણ ઓઇલ કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરમાં 183 નો ઘટાડો કર્યો હતો. એક તરફ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે, તો બીજી તરફ રસોડામાં વપરાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ વખતે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બોક્સ….
અદાણી CNGના ભાવ વધ્યા, પ્રતિ કિલો રૂ. 94.02 થયાં
અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 4 રૂપિયાનો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.






