Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કલાકોમાં ફેરવી તોળ્યું, “વિશ્વના કલ્યાણ” માટે ઈરાન પર હુમલા અટકાવી દીધા: ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાને હોર્મુઝ મુદ્દે સમજૂતી અંગે ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 11:18:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ઈરાન પર બીજા વિશ્વ યુદ્ધ જેવા વિનાશક હુમલા કરવાની ચેતવણી આપી હતી. જોકે, ટ્રમ્પ ફરી એક વખત કલાકોમાં જ ઈરાન પર હુમલા મુદ્દે ફરી ગયા. ટ્રમ્પે વિશ્વના કલ્યાણ માટે ઈરાન પર મોટા સૈન્ય હુમલા હાલ અટકાવી દીધા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, ખાડી દેશો અને ઈરાને હુમલા નહીં કરવા વિનંતી કરી હતી. ઈરાન હોર્મુઝની ખાડી તાત્કાલિક ખોલવા અને પરમાણુ જોખમનો અંત લાવવા તૈયાર થઈ ગયું છે. જોકે, ઈરાને હોર્મુઝ મુદ્દે સમજૂતી અંગે ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રાત્રે જાહેરાત કરી હતી કે રવિવારે અમેરિકા બીજા વિશ્વ યુદ્ધ પછી અત્યાર સુધીના સૌથી મોટા અને વિનાશક સૈન્ય અને તાકાત સાથે ઈરાન પર હુમલા કરવા માટે તૈયાર છે. જોકે, રવિવારે સવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ મારફત કહ્યું કે, અમેરિકા ઈરાન પર નવા હુમલા નહીં કરે. ટ્રમ્પે કહ્યું, અમેરિકા હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતું, પરંતુ અમે ઈરાન અને અન્ય ખાડી દેશોની હુમલા રોકવાની વિનંતીને માન આપ્યું છે, કારણ કે એક સમજૂતીની રૂપરેખા પર સહમતી બની ગઈ છે. ઈરાન તાત્કાલિક હોર્મુઝની ખાડીને તુરંત, સંપૂર્ણપણે અને પૂરી રીતે ખોલવા તથા પરમાણુ જોખમોને સમાપ્ત કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે વધુમાં લખ્યું કે, ખાડી દેશોની વિનંતીના આધારે મેં દુનિયાના ભવિષ્યના લાભ અને સફળ તથા સમૃદ્ધ ઇરાનના અસ્તિત્વ માટે હુમલા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ માટે વહેલી તકે કોઈ સમજૂતી થવી જરૂરી છે. ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં પાંચ મહિનાથી ચાલતા યુદ્ધનો અંત લાવવા શાંતિ સમજૂતી માટે બધા લોકો કામ પર લાગી જાવ અને આ સમજૂતીને પૂરી કરો તેવી પણ હાકલ કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ઈઝરાયેલને પણ મનાવી લીધું છે. જોકે, ઈઝરાયેલે આ મુદ્દે કોઈ ટીપ્પણી કરી નથી.
દરમિયાન પશ્ચિમ એશિયામાં હુમલા રોક્યા હોવાના દાવા પર ઈરાનના સંરક્ષણ મંત્રીએ લખ્યું કે, અમને ટ્રમ્પના યુ-ટર્નનું કોઈ આશ્ચર્ય પણ નથી થયું અને અમે નિષ્ક્રિય પણ નથી થયા. સમજૂતી અંગે ટ્રમ્પના દાવા એકદમ વાહિયાત છે. હોર્મુઝ પર સંપૂર્ણપણે ઈરાનનો જ કબજો રહેશે. અમેરિકાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી હોર્મુઝની ખાડી પર અમારા પ્રતિબંધો ચાલુ જ રહેશે. કોમર્શિયલ જહાજોને આઈઆરજીસીની મંજૂરી પછી જ માત્ર નિશ્ચિત માર્ગો પરથી પસાર થવા દેવાશે.

Tags: i postpone attack on irantrump
Previous Post

ઈજિપ્તમાં સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Next Post

મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન
આંતરરાષ્ટ્રીય

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

August 3, 2026
ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

August 3, 2026
ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

August 3, 2026
Next Post
મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.