ભારતમાં ઘણા WhatsApp યુઝર્સ પરેશાન છે. તેઓ WhatsApp ચલાવી નથી શકતા.સોમવારે ભારતમાં ઘણા WhatsApp યુઝર્સના એકાઉન્ટ થોડા સમય માટે બ્લૉક થઈ ગયા. મેસેજિંગ પ્લેટફોર્મે તેમના એકાઉન્ટને 24 કલાકની સમીક્ષામાં મૂકી દીધા છે. આ દરમિયાન યુઝર્સ એપના ઘણા મહત્વપૂર્ણ ફિચર્સનો ઉપયોગ કરી શક્યા નહીં. આ સમસ્યાની પહેલી માહિતી રાત્રે લગભગ 8 વાગ્યે સામે આવી. ઘણા યુઝર્સે જણાવ્યું કે કોઈપણ અગાઉની ચેતવણી વગર તેમના એકાઉન્ટને તપાસ હેઠળ મૂકી દેવામાં આવ્યા.
આ પગલાથી ભારત સહિત અનેક જગ્યાએ લોકો પરેશાન થઈ ગયા અને સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો પણ નોંધાવી. આ મુશ્કેલી પછી ઘણા પ્રભાવિત યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાની સમસ્યા શેર કરી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમના એકાઉન્ટ પર આ કાર્યવાહી કેમ થઈ.
સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે યુઝર્સને WhatsApp પર આ સમસ્યા દેખાવાની શરૂ થઈ. એપ ખોલવા પર એક સંદેશ દેખાયો કે તેમનું એકાઉન્ટ તપાસ હેઠળ છે અને તેની પ્રવૃત્તિઓ તેમજ ફોન સંબંધિત માહિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે જ 24 કલાકની અંદર આના પર નિર્ણય લેવામાં આવવાની માહિતી પણ આપવામાં આવી.
આ ઉપરાંત એપમાં યુઝર્સને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સૂચનાઓ અને ચોરાયેલા ફોન કે એકાઉન્ટ્સ સાથે જોડાયેલી માહિતીના વિકલ્પો પણ દેખાડવામાં આવ્યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો. WhatsAppના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અમે સતત એવા લોકો પર નજર રાખીએ છીએ જે અમારી સેવાઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે અને અન્ય યુઝર્સની સુરક્ષા માટે આવા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરીએ છીએ. જોકે, ક્યારેક અમારી ભૂલ પણ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં અમે તેને વહેલી તકે સુધારવાનો પ્રયાસ કરીએ છીએ,






