Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિહોરના ગુંદાળા વિસ્તારમાં દારૂની બાતમી આપ્યા વહેમે મજૂરનું અપહરણ કરી મારમાર્યો

દારૂના કેસના નુકસાન પેટે એક લાખ રૂપિયા પડાવવા છ શખ્સોએ ધોકા અને પટાથી હુમલો કરી નગ્ન કરવાની ધમકી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 13:32:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના શિહોર શહેરના ગુંદાળા વિસ્તારમાં દારૂની બાતમી આપ્યાના ખોટા વહેમ રાખીને એક મજૂર યુવાનનું અપહરણ કરી તેના પર પાંચથી છ શખ્સો દ્વારા ઘાતક હુમલો કરી ધોકા અને પટ્ટા વડે મારમારી નગ્ન કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિહોરના રામનગર ગુંદાળા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય વિપુલભાઈ ધનજીભાઈ સોલંકી ગત તા.૪ના રોજ સાંજના સમયે પોતાના ઘર બહાર બજારમાં ઊભા હતા. તે દરમિયાન આકાશ ઉર્ફે મટકી રમેશભાઈ રાઠોડ અને હિતેશભાઈ ઉર્ફે બાદશાહ મહેશભાઈ મકવાણા એક્ટિવા મોટરસાયકલ લઈને આવ્યા હતા. તેમણે આકાશના ભાઈ વિનોદભાઈ ઉપર શિહોર પોલીસે ઈંગ્લિશ દારૂનો કેસ કર્યો છે અને આ બાતમી વિપુલભાઈએ આપી છે તેમ કહી ગાળો આપી હતી. ત્યારબાદ સંજય ઉર્ફે ટકુ અને જીગર ઉર્ફે જીગો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
આ ચારેય શખ્સોએ વિપુલભાઈને બળજબરીપૂર્વક એક્ટિવા પર બેસાડીને ખાખરીયા ગામના પાટિયા પાસેના ખુલ્લા પ્લોટમાં અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યાં રસ્તામાં મેહુલભાઈ ઉર્ફે ગોદડ અને માનસિંહ હાલાજીભાઈ રાઠોડ પણ જોડાઈ ગયા હતા. આ તમામ છ શખ્સોએ મળીને વિપુલભાઈને લાકડાના ધોકા અને કમરના પટ્ટા વડે વાંસાના ભાગે તથા શરીરે આડેધડ ઢોર માર માર્યો હતો. આરોપી આકાશએ દારૂના કેસમાં થયેલ એક લાખ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવા દબાણ કર્યું હતું અને ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવાનના ભત્રીજાના ફોન પર ફોન કરાવીને પણ રૂપિયા લઈને બોલાવવાની ધમકી આપી હતી અને ગુંદાળા વિસ્તારમાં કપડા કાઢી નગ્ન કરી મારવાની ધમકી આપી હતી.
બાદમાં ભોગ બનનાર યુવાનને ગુંદાળા ઢાળ પાસે છોડી મૂકવામાં આવ્યા હતા. શરીરે ગંભીર ઈજાઓ હોવાથી વિપુલભાઈને શિહોર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા શિહોર પોલીસે તમામ 6 શખ્સો સામે બી.એન.એસ કલમ ૧૪૦(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૬૧(૨) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Tags: aphargundalahumlo
Previous Post

ભાવનગર જિલ્લા જેલના સિપાઈ ઉપર કાચાકામના આરોપીનો જીવલેણ હુમલો

Next Post

કચ્છના સરક્રીક પર ચીન-પાકિસ્તાનની નાપાક ચાલ. ભારતની સમુદ્રી સરહદે અસ્થિરતા ફેલાવવાનું શરુ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
કચ્છના સરક્રીક પર ચીન-પાકિસ્તાનની નાપાક ચાલ. ભારતની સમુદ્રી સરહદે અસ્થિરતા ફેલાવવાનું શરુ

કચ્છના સરક્રીક પર ચીન-પાકિસ્તાનની નાપાક ચાલ. ભારતની સમુદ્રી સરહદે અસ્થિરતા ફેલાવવાનું શરુ

સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

સાઉદી પર હુથીઓનો મોટો હુમલો,નાગરિકોને બનાવ્યા નિશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.